આખરે સરકાર સાથે ચર્ચા કરવા તૈયાર થયા ખેડુત નેતાઓ, 29મીએ યોજાશે મિટિંગ

આખરે સરકાર સાથે ચર્ચા કરવા તૈયાર થયા ખેડુત નેતાઓ, 29મીએ યોજાશે મિટિંગ
Image Source – Gujarat Samachar

નવા કૃષિ કાયદાઓ વિરૂધ્ધ આંદોલન કરી રહેલા ખેડુતોએ સરકાર સાથે ફરીતી ચર્ચા કરવાનો નિર્ણય કર્યો છે, શનિવારે ખેડુત નેતાઓની એક બેઠક મળ્યા બાદ ભારતીય કિસાન યુનિયનનાં પ્રમુખ રાકેસ ટિકૈતે કહ્યું કે ખેડુત નેતાઓએ સરકાર સાથે વાતચીત કરવાનો નિર્ણય કર્યો છે, તેમણે કહ્યું કે સરકાર સાથે વાતચીત માટે 29 ડિસેમ્બરની સવારે 11 વાગ્યે બેઠકનો પ્રસ્તાવ મોકલ્યો છે.

રાકેશ ટિકૈતે કહ્યું કે ત્રણ કૃષિ કાયદાઓને નાબુદ કરવા, MSP માટે કાનુની ગેરન્ટી સરકાર સાથે વાતચીતનો મુખ્ય એજન્ડા રહેવો જોઇએ, અત્રે ઉલ્લેખનિય છે કે સરકાર પણ ખેડુતોને ઘણી અપીલ કરી ચુકી છે કે આંદોલનોનો માર્ગ છોડે અને વાતચીત શરૂ કરે, દરમિયાનમાં ખેડુતો સાથે સરકાર દ્વારા મોકલવામાં આવેલા પ્રસ્તાવને ઠુકરાવતા કહ્યું હતું કે આગ સાથે રમવાનું બંધ કરે સરકાર, આ ખેડુત આંદોલનને હળવાશમાં ન લે.

બેઠકનો એજન્ડો

1 ત્રણ કેન્દ્રીય કૃષિ કાયદાઓને નાબુદ કરવા માટે અપનાવવામાં આવેલા ક્રિયાવિધિ

2 તમામ ખેડુતો અને કૃષિ વસ્તુઓ માટે રાષ્ટ્રિય કિસાન આયોગ દ્વારા ભલામણ કરાયેલા MSPની કાનુની ગેરન્ટી આપવાની પ્રક્રિયા અને જોગવાઇ

3 રાષ્ટ્રિય રાજધાની વિસ્તાર અને તેની આસપાસનાં વિસ્તારોમાં વાયુ ગુણવત્તા ઓથોરિટી માટે લાવવામાં આવેલા વટહુકમ 2020માંથી ખેડુતોને બહાર કરવામાં આવે.

4 ખેડુતોનાં હિતોની સુરક્ષા માટે વિદ્યુત સુધારા બિલ 2020નાં મુસદ્દામાં જરૂરી ફેરફાર કરવામાં આવે.

અત્રે ઉલ્લેખનિય છે કે કૃષિ સુધારા કાયદાઓનાં વિરોધમાં ખેડુત સંગઠનો દ્વારા કરવામાં આવી રહેલા આંદોલનનો આજે 31મો દિવસ છે, ખેડુત સંગઠન દ્વારા રાષ્ટ્રિય રાજધાની દિલ્હીની સરહદે સતત ધરણા પ્રદર્શનો કરવામાં આવી રહ્યા છે.

આ દરમિયાન સરહદે સુરક્ષા વ્યવસ્થા કડક બનાવવામાં આવી છે, સંયુક્ત કિસાન મોરચાની આજે બેઠક યોજાઇ જેમાં સરકાર દ્વારા કરવામાં આવેલા વાતચીતનાં પ્રસ્તાવો તથા અન્ય મુદ્દા પર ચર્ચા થઇ.